વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે..

ગરવી તાકાત, ગાંધીનગર તા. 11 – ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે..દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે..મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર થતા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. સાથે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું બેસી રહ્યું છે. રાહતની વાત એ છે કે, ચોમાસાના આગમન સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો મળવા જઈ રહ્યો છે.

image

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે. 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.