ગરવી તાકાત સમી : સમી તાલુકાના દુદખા ગામે એકજ સમાજના 2 જૂથ વચ્ચે સામાન્ય સભામાં ધીંગાણું સર્જાયું હતું. આ ધીંગાણામાં ઘાતક હથિયારો વડે સામ સામે મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બન્ને પક્ષમાં સામસામે હુમલો થતા બન્ને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી. આ મામલો હદથી વધી જતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આ મામલો શાંત પાડ્યો હતો.
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે સામાન્ય સભા સર્જાયી હતી જેમાં ગામના કેટલાક સભ્યો એકઠા થયા હતા. આ સભા શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. આ હોબાળો સામ સામે હથિયારો વડે શરૂ થતા સામાન્ય સભામાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યારબાદ આ હોબાળામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલા દરમિયાન વિનોદજી કાનજીજી ને માથા ના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે સમી અને ત્યાંથી વધુ ગંભીર ઇજાઓ હોય ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે ભોપાજીને પણ હાથના ભાગે ઇજાઓ થતા તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો સામેના પક્ષ ને પણ ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.