પાટણ તાલુકાના ચદ્રુમણા ગામે અનુસૂચિત જાતિના વરઘોડામાં DJ વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ,8 સામે એટ્રોસિટી ગુનો, 3ની ધરપકડ…

February 2, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ તાલુકાના ચદ્રુમણા ગામે અનુસૂચિત જાતિના વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું પોલીસે આ મામલે 8 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી આ ઘટના 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ બની ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો વરઘોડા બાદ ગામના જોગણી માતાના ચોકમાં રાસ-ગરબાનું આયોજન કરાયું જે આરોપી બકુજી જીવણજી ઠાકોરના ઘર નજીક પોલીસ તપાસ મુજબ, ઠાકોર સમાજમાં શોકનો લોકાચાર ચાલતો હોવાથી આરોપીઓએ ફરિયાદી પક્ષને ડીજે બંધ કરવા જણાવ્યું.

Atrocity Act Against 8 in DJ Dispute; 3 Arrested in Patan

આ મુદ્દે બંને પરિવારો સામસામે આવી જતાં ઝઘડો થયો અને ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ 112 નંબર પર પોલીસને જાણ કરી તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો. પોલીસે કુલ 8 આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરી પોલીસે અત્યાર સુધીમાં બકુજી ઠાકોર, જીવનજી ઠાકોર અને એક સગીર સહિત 3 આરોપીઓની અટકાયત કરી ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Atrocity Act Against 8 in DJ Dispute; 3 Arrested in Patan

ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા અનુસાર, આ વિવાદ પાછળ કોઈ તાત્કાલિક જાતિવાદી કારણ નથી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે જૂની અદાવત ચાલી રહી છે. અગાઉ 2022 માં પણ આ જ પક્ષકારો વચ્ચે જમીન બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાય આરોપી જીવનજી ઠાકોર ,બકુજી ઠાકોર અને એક સગીર ધરપકડ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0