(CIB) ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ NGOના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પદે મુકેશ કુમાવતની નિમણૂંક કરાઇ 

August 4, 2023

(CIB) ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ NGOના ગુજરાત પ્રદેશ મહાસચિવ તરીકે રતનલાલ કુમાવત પસંદગી પામ્યાં 

(CIB) ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ NGOના નવસારી જિલ્લા મહાસચિવ તરીકે સાઇલાલ કુમાવત પસંદગી પદે નિમાયાં  

(CIB) ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ NGOમાં ઉચ્ચા હોદ્દા પર નિમણૂંક અપાતાં શુભેચ્છકોની શુભકામનો વરસાદ વરસ્યોં 

Sohan Thakor – (ગરવી તાકાત, ) મહેસાણા તા. 04- સીઆઇબી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ NGOમાં ગુજરાતમાં કામગીરી સચોટ અને સખત લગનથી કામગીરી કરનારની નોંધ લઇ (CIB) ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOમાંગુજરાતના મુકેશ કુમાવતને ગુજરાત  પ્રદેશ ઉપાધ્યક્ષ તથા રતનલાલ કુમાવતને ગુજરાત પ્રદેશ મહાસચિવ તરીકે અને સાઇલાલ કુમાવતને નવસારી જિલ્લા મહાસચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેને પગલે તમામ ત્રણે સીઆઇબીમાં સેવા આપનારને તેમના શુભેચ્છકો તેમજ ચાહકો દ્વારા અનેક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. 

સીઆઇબી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ NGOના માધ્યમથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોને તેમના અધિકારો અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો વિશે જાગૃત કરવાનો આ સંસ્થાનો  મુખ્યનો હેતું છે. ત્યારે CIB સંસ્થા દ્વારા સાથે સાથે અનેક સેવાકિય પ્રવૃતિઓ, જન જાગૃતિ કાર્યક્રમ, ટ્રાફિક મુહિમ, વિવિધ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓના ગરીબ બાળકોને ચોપડા વિતરણ, નાના મોટા ગામડાઓની આંગણવાડીના તેમજ શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ આ પ્રકારની અનેક સેવાકિય પ્રવૃતિઓ આ એનજીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOમાં લાંબા સમયથી સેવાઓ આપતાં અને ગુજરાતમાં જનજાગૃતિ મુહિમ ચલાવવામાં હરહંમેશ અગ્રેસર રહેનાર એવા બિલીમોરાના મુકેશ કુમાવતને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દિલ્હી NGOના પ્રેસિડેન્ટ દ્વાર (CIB) માં મુકેશ કુમાવતને ગુજરાત  પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પસંદગી કરવામાં આવી છે. આ એનજીઓ દ્વારા મુકેશ કુમાવતની કામગીરીની નોંધ લઇ ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ પદે નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે ક્રાઇમ ઇન્વેટસ્ટિગેશન બોર્ડ દિલ્હી દ્વારા (CIB)માં રતનલાલ કુમાવતની ગુજરાત પ્રદેશ મહાસચિવ પદે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ એનજીઓ દ્વારા (CIB)માં સાઇલાલ કુમાવતને નવસારી જિલ્લા મહાસચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે.  ગુજરાત લેવલે આખી ટીમ કાર્યરત થઇ સાથે મળી (CIB) નો મુખ્ય હેતુ ઉજાગર કરવાની કામગીરી કરે છે. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0