CIB ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ NGO દ્વારા વાહનો પર રિફેક્ટર બેલ્ટ મારી વાહનચાલકોને જાગૃત કરાયાં 

January 24, 2024

નવસારી જિલ્લાના ધોલાઇ મરીન પોલીસ સ્ટેશન ચેકપોસ્ટ પાસે 100થી વધુ વાહનો પર રિફેક્ટર બેલ્ટ માર્યા 

CIB ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ NGO દ્વારા પીઆઇ લાડુમોર તથા હેકો. પાટીલનું સન્માન કરાયું 

ગરવી તાકાત, નવસારી – CIB ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ NGO દ્વારા નવસારી જિલ્લાના ધોલાઈ મરીન પોલીસ સ્ટેશન ચેકપોસ્ટ પર 100 થી વધુ વાહનો ઉપર રિફેક્ટર બેલ્ટ મારીને જાગૃત કરી માર્ગદર્શ આપવામાં આવ્યું હતું. જેમાં ધોલાઈ PI શ્રી ડી.ડી લાડુમોર સાહેબ અને ASI ગઢવી સાહેબ તથા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો સાથે સાથે ક્રાઈમ ઈસ્ટીગેશનની સમગ્ર ટીમ હાજર રહી હતી.

આ કાર્યક્રમમાં CIB ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ NGOના  કાર્યકારી અધ્યક્ષ આકાશ અમીન, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવત, ગુજરાત પ્રદેશ મહાસચિવ રતનલાલ કુમાવત, પ્રકાશ વિશ્વકર્મા, નીલ પટેલ, સંકેત પટેલ, નિલેશ તલાવિયા, દિવ્યેશ મિસ્ત્રી, પ્રગ્નેશ પટેલ હાજર રહી વાહનો પર રિફેક્ટર બેલ્ટ મારીને વાહનચાલકોને જાગૃત કર્યા હતા.

ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ દિલ્હી NGO દ્વારા PI શ્રી ડીડી લાડુમોર સાહેબને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા તેમજ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરુણ પાટીલને પણ સન્માન પત્રક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનની ટીમ આ પ્રકારને જનજાગૃતિના અનેક કાર્યક્રમો અવાર નવાર યોજીને વાહનચાલકો તેમજ નાગરીકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રકારે વાહનચાલકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોથી રાત્રિ દરમિયાન વાહનચાલકોને વાહનો હંકારવામાં સલામતી મળી રહે છે અને વધતા જતાં અકસ્માતોનું પ્રમાણ પણ આ પ્રકારના પ્રયાસોથી ઘટાડી શકાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0