પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચિકીના પ્રસાદનો વિવાદ વકર્યોં 

March 4, 2023

અંબાજી યાત્રાધામમાં મોહનથાળાના પ્રસાદની પરંપરા 500 વર્ષ જૂની છે 

મોહનથાળ કરતાં ચીકી જેવા સૂકા મેવા તરીકે ચિકીનો પ્રસાદ ત્રણ માસ સુધી બગતો નથી 

મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ રાખવો કે કેમ તે મુદ્દે વિવાદ વકર્યોં 

ગરવી તાકાત, અંબાજી તા. 04 – સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં છેલ્લા 500 વર્ષથી ચાલી આવતી મોહનથાળાના પ્રસાદની પરંપરા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે અને તેના બદલે હવે માં અંબાના પ્રસાદ તરીકે ચિકીના પ્રસાદનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યોં છે જેને પરિણામે પ્રસાદીની જૂની પરંપરા બદલવાના મુદ્દે આ વિવાદ વધુ વકર્યો છે. તો બીજી તરફ અંબાજી મંદિરના પ્રસાદના મુદ્દે રાજકારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ અનેક નામી અનાની સંસ્થા સહિત આગેવાનો રાજકારણી આ મુદ્દે પોતાના વિવિધ મત મતાંતરો વ્યક્ત કરી રહ્યા છે જેમાં કેટલાક આ નિર્ણયની તરફેણમાં છે તો કેટલાક આ નિર્ણયની વિરુદ્ધમાં છે. ત્યારે પ્રસાદીનો આ વિવાદ વકરતાં જતાં હાઇકોર્ટ સુધી વાત પહોંચાડવા સુધી આ વિવિધ પહોંચવાની તૈયાર પર છે. ત્યારે જોવું રહ્યું કે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ધામમાં પ્રસાદીનો આ વિવાદ ક્યાં જઇને અટકે છે.

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુંઓમાં ભભુક્યો રોષ ભભૂક્યો છે. અંબાજી પ્રસાદને લઈ રાજકારણ વધ્યું છે. અનેક લોકો સોસીયલ મીડિયા દ્વારા અંબાજીમાં મોહનથાળ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. તો હિન્દુ હિત રક્ષક સમિતિએ પણ 48 કલાકમાં પ્રસાદ ચાલુ નહીં કરાય તો અચોક્કસ મુદત સુધી અંબાજી બંધ રાખવા ચીમકી ઉચ્ચારી છે.

જો મોહનથાળનો પ્રસાદ ચાલુ ના કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સવાલ એ છે કે, જો વાત આસ્થાની હોય તો પ્રસાદ બદલવાની શું જરૂર પડે. મંદિરની વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ ધરાવાય છે. મોહનથાળ એ અંબાજી મંદિરની ઓળખ છે. ત્યારે આ ઓળખ ભૂંસવાનો પ્રયાસ છે. ત્યારે અંબાજીના પ્રસાદનો મુદ્દો હાઇકોર્ટમાં ગુંજે તેવી શક્યતા છે. પાલનપુર વકીલ મંડળે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી દર્શાવી છે.

મોહનથાળની પ્રથા 500 વર્ષોથી પણ વધુ જૂની છે. પરંપરા તોડીને બંધ કરવી એ ખૂબ જ નિંદનીય છે. મંદિરના પૂજારીઓના પૂર્વજો દ્વારા માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હતા. મોહનથાળ મંદિરની ઓળખ અને આસ્થા જોડાયેલી બાબત છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0