-> મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર પીડિત લોકો ,ખેડૂતો સાથે ચર્ચા કરી, પરિસ્થિતિ જાણી, બધું સારું થઈ જશેની હૈયાધારણા આપી :
-> પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા થશે,કેસડોલ્સ,ઘરવખરી બે દિવસમાં ચૂકવવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી :
ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ગત 6,7,અને 8 તારીખ દરમ્યાન અતિભારે વરસાદ પડતાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિમાં અનેક પરિવારો બેઘર બન્યા છે, 48 કલાકમાં વરસેલી આકાશી આફતમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખાસ કરીને સરહદી સુઈગામ તાલુકામાં અતિ ભયંકર સ્થિતિ સર્જાઈ છે, વરસાદના વિરામના 5 દિવસ બાદ પણ સુઈગામથી ભાભર,સુઈગામથી વાવ તરફ જવાના સ્ટેટ તેમજ નેશનલ હાઈવે બંધ છે, જ્યારે હજુ પણ સુઈગામ તાલુકાના 10 ગામોમાં જવા આવવા માટે ટ્રેક્ટર કે NDRF ની હોડીઓ મારફતે જ જવાય તેવી સ્થિતિ છે,પૂરની ભયાવહ પરિસ્થિતિના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીપાકો તબાહ થઈ ગયા છે, તાલુકાના લગભગ તમામ ગામોમાં નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે.
જીવ બચાવવા લોકો સ્થળાંતર કરી સરકારી દવાખાના, આંગણવાડીઓ, શાળાઓ અને અરસ પરસ સંબંધીઓના ઘરોમાં કે જાહેર રોડ રસ્તા પર પશુઓ સાથે મજબૂરીમાં વસવાટ કરવો પડી રહ્યો છે, ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, ઘર વખરી,અનાજ બધું જ પાણીમાં પલળી નાશ પામ્યું છે, ખાસ કરીને સુઈગામ,ભરડવા, દુધવા, બોરુ, સેડવ, ભટાસણા, મમાણા, લીંબાળા, કોરેટી, કાણોઠી રાજપુરા સહિતના ગામોમાં મોટા ભાગના ઘરો પૂરના પાણીમાં ગરકાવ હોઈ લોકો કુદરત આગળ લાચાર બની ગયા છે, પૂરની સ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવાની અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરી રહયું છે, ત્યારે પૂર પ્રભાવિત સરહદી સુઈગામ તાલુકાની ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લઈ.
પીડિત લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો,અને પૂર થી પીડિતોની શું તકલીફ છે, એ શાંતિથી સાંભળી હતી, સુઈગામ ખાતે હેલિપેડથી ઉતરી તેઓ સીધા સરકારી સામૂહિક કેન્દ્રમાં ગયા હતા,જ્યાં જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે,તેવા પીડિતો આશ્રય લેતા હોઈ તેમની સાથે સંવાદ કર્યો હતો,અને આરોગ્યની સેવાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું, બાદ જલોયા ખાતે વીજ સબસ્ટેશનની જાત તપાસ કરી ગામની મહિલાઓ સાથે ચર્ચા કરી હતી,બાદ સુઈગામ સેવા સદનના મિટિંગ હોલ માં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત,ધારાસભ્યો સાથે તમામ વિભાગના અધિકારીઓ ની સાથે મિટિંગ કરી પૂરની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી, લગભગ એક કલાક સુધી અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિમાં ખેડૂતોના પશુઓ માટે સૂકો ઘાસચારો તાત્કાલિક સરકાર દ્વારા પૂરો પાડવા અને પીડિત પરિવારોને કેસડોલ્સ, અને ઘર વખરીની સહાય બે દિવસમાં ચૂકવવા માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક નિર્ણય લીધો છે,ઉપરાંત જે પશુપાલકોના પશુઓ મોતને ભેટ્યા છે, એમને સર્વે કરી વળતર માટે અને પૂરથી નુકશાન થયેલ પાકોનું બાયસેગ દ્વારા સર્વે કરવા માટેની સૂચના અપાઈ છે, પૂરની ગંભીર પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક સરકાર દ્વારા મદદ મળે તે માટે મુખ્યમંત્રી ગુરુવારે વાવ થરાદ ખાતે રાત્રિ રોકાણ કરશે, અને પરિસ્થિતિનો તાગ મેળવશે, અત્રે ઉલ્લેખનીય છે કે પૂર પીડિતોની સાથે…