ચાણસ્મા પોલીસે GIDC માંથી ચોરીના કોપર વાયર સાથે શખ્સની ધરપકડ કરી…

June 10, 2025

પાટણ : ચાણસ્મા પોલીસે GIDC વિસ્તારમાં આવેલા એક ભંગારવાડામાંથી ચોરીના તાંબાના વાયર સાથે એક શખ્સની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી 11,880 રૂપિયાની કિંમતના 19.8 કિલો કોપર વાયર જપ્ત કર્યા. પાટણના પોલીસ અધિક્ષક વી.કે.નાયકની સૂચના મુજબ મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધવા માટેની ડ્રાઇવ ચાલી રહી હતી.

hanasma Police Arrests Man Stolen Copper Wire Scrap Yard GIDC Area PHOTOS  VIDEOS | ચાણસ્મા GIDCમાં ચોરીના કોપર વાયર સાથે શખ્સ ઝડપાયો: ભંગારવાડામાંથી  19.8 કિલો કોપર વાયર મળ્યા ...

નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી અને પોલીસ ઇન્સપેક્ટર આર.એચ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ચાણસ્મા GIDCમાં પટેલ વે બ્રિજની બાજુમાં આવેલા ભંગારના વાડામાં તપાસ કરી હતી.

hanasma Police Arrests Man Stolen Copper Wire Scrap Yard GIDC Area PHOTOS  VIDEOS | ચાણસ્મા GIDCમાં ચોરીના કોપર વાયર સાથે શખ્સ ઝડપાયો: ભંગારવાડામાંથી  19.8 કિલો કોપર વાયર મળ્યા ...

આ દરમિયાન વાડાના માલિક વિજયભાઈ સામજીભાઈ પટણી (ઉંમર 50)ના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલા તાંબાના વાયર મળી આવ્યા હતા. આરોપી વિજયભાઈ હાલ ચાણસ્મા GIDCમાં રહે છે અને મૂળ અમદાવાદના નવા બાપુનગર વિસ્તારના રહેવાસી છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNSS કલમ 35(1)(E) હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0