સિદ્ધપુર નગરપાલિકા તંત્રની બેજવાબદારીના લીધે ચમનકાકાએ જીવ ખોયો??

શેર કરવા અહીં ક્લિક કરો.

— આવી ગંભીર દુર્ગટના ઓ શહેરમાં થતી હોવા છતાં નગરપાલિકા પ્રમુખ ખાનગી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાની વાતો લોકોમાં રોષ ઉભો કરી રહી છે :

— હવે આવનારા સમયમાં નગરપાલિકા આ મામલે શુ કાર્યવાહી કરે છે કે પછી ઉપર નીચે બધે ભાજપની સરકાર છે એટલે ભીનું સંકેલી લેશે અને પ્રજાને મોતને હવાલે કરતા રહે છે એ જોવા મળશે :

ગરવી તાકાત સિદ્ધપુર :  સિદ્ધપુર નગરમાં છેલ્લાં કેટલાંય સમયથી ગાયો અને આખલાઓ નો ત્રાસ વધતો જાય છે. જેના માટે વર્ષ 2019મા સિદ્ધપુરના જાગૃત લોકોએ વકીલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને અસંખ્ય વખત લોકોએ લેખિત રજૂઆતો કરી હોવા છતાં સત્તામાં મદ બનેલા સિદ્ધપુરના સત્તાધીશો એકદમ હલકી કક્ષાની કામગીરી કરી રહ્યા હોવાની વાતો લોકો કરી રહયા છે. ગત 5 દિવસ પહેલાં નગરપાલિકા વિસ્તારમાં ગાય દ્વારા 82 વર્ષીય ચમનભાઈ અમથાભાઈને ઘાયલ કર્યા હતાં જેમની સારવાર દરમ્યાન ધારપુર ખાતે એમનું મોત નીપજ્યું હતું.

શહેરના લોકોના આક્રોશ વચ્ચે એમની ડેડ બોડીને નગરપાલિકા કચેરીમાં લાવવાની વાતો થતા નગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ કચેરી છોડીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કાગળ ઉપર કામગીરી બતાવવામાં માહિર નગરપાલિકા સિદ્ધપુર હકીકતમાં કેટલી બેજવાબદાર છે એ શહેરમાં રખડતી ગાયો અને આખલાઓ જોઈને જાણી શકાય છે. સૂત્રોના અહેવાલ મુજબ નગરપાલિકા એના નિયમ અનુસાર કાર્ય કરતી નથી અને જરૂરી એવો ઢોરવાડો કે અન્ય વૈકલ્પિક સુવિધા રખડતાં પશુ માટે ઉભી કરવામાં નથી આવતી જેના લીધે સોસીયલ મીડિયામાં લોકો ખૂબ જ ફિટકાર વરસાવી રહ્યાં છે.

નરેન્દ્રભાઈ મોદીના નામ માત્રથી જીતીને આવનારા ભાજપ શાશીત નગરપાલિકાના સદસ્યોના રાજીનામાંની માંગ શહેરીજનો કરી રહયા છે. માહિતી અનુસાર ગઈ કાલે ચમનભાઈના મૃત્યુ બાદ સ્થાનિક શહેરીજનો નગરપાલિકા કચેરી દોડી આવ્યા હતા પણ નગરપાલિકા ચીફ ઓફિસર કે પ્રમુખ ડોકાયા ન હતા જે મુદ્દે લોકોમાં તરેહતરેહની વાતો સાંભળવા મળતી હતી.શહેરના જાગૃત નાગરિકો આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે અને આવનાર સમયમાં નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ,ઉપ પ્રમુખ અને જવાબદાર કર્મચારી પર ફરિયાદ દાખલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુરમાં સિંધી અર્જુનદાસને પણ ગાયે ઘાયલ કરતા તેઓ પણ ધારપુર સારવાર હેઠળ છે.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.