ધોરાજીમાં જમનાવડ રોડ પર રહેતા ડ્રાઈવરની લાશ મળતા ચકચાર

November 21, 2022
ગરવી તાકાત ધોરાજી : ધોરાજીના જમનાવડ રોડ પરથી છુટક ડ્રાઈવર તરીકેનું કામ કરતા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી છે. આ અંગેની વિગતો અનુસાર ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા તથા છુટક ડ્રાઈવરનું કામ કરતા એવા મનોજભાઈ બાબુભાઈ રાઠોડ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર પડ્યા હતા.
તેમનું હલન ચલન ન થવાથી માનવ સેવા યુવક મંડળને જાણ કરવામાં આવતા આ અંગે પરિવારજનોએ જણાવેલ કે મરણ પામનાર એપાર્ટમેન્ટમાં રાત્રે સુવા માટે જતા હતા. અન્ય કોઈ વિગતો બહાર આવી નથી આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મોતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતું નથી. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃત્યુનું રહસ્ય જાણવા મળશે પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી ચાલી રહી છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0