— જન્મદિવસ તમારો વધામણાં આમારા : સી. કે. પટેલના જન્મદિવસને યાદગાર બનાવશે :
— વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી :
— જન્મદિવસ નિમિતે સરકારી યોજનાના કેમ્પોના માધ્યમથી ૨૫૦૦૦ લાભાર્થીઓને લાભ પહોંચાડવાના પ્રયાસ :
— વર્ષ ૧૯૮૯ થી અર્થાત છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત વિશ્વના ૧૨૫ થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે વિશ્વ ગુજરાતી સમાજ :
ગરવી તાકાત મહેસાણા : વિશ્વ ગુજરાતી સમાજ તેમજ કર્મનિષ્ઠ યુથ વિંગના પ્રમુખ સી.કે પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ સી.કે પટેલના જન્મદિવસ નિમિતે સરકારી યોજનાના કેમ્પોના માધ્યમથી ૨૫૦૦૦ લાભાર્થીઓને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૧૯૮૯ થી અર્થાત છેલ્લા ૩૩ વર્ષ થી કાર્યરત વિશ્વ ના ૧૨૫ થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે વિશ્વ ગુજરાતી સમાજ.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આ સંસ્થાના મુખ્ય સંવર્ધક તરીકે સેવા આપતા હોય છે. આ સંસ્થાના વર્તમાન પ્રમુખ સી.કે પટેલ છે કે જેઓ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરીકન એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અમેરીકાના બહુ મોટા ગુજરાતી બિઝનેસ મેન છે. તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા, વર્લ્ડ પાટીદાર ફેડરેશનના પ્રમુખ, બાળ સંરક્ષણ ગૃહના પ્રમુખ, જેવી અનેકવિધ જવાબદારીઓનું તેઓ વહન કરી રહ્યા છે.
ગાંધી જયંતિના પવિત્ર દિવસ એટલે કે બીજી ઓકટોબર, ૧૯૫૨ ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામ શાહપુર ગામે સી.કે પટેલનો જન્મ થયેલ. જેમનું પ્રાથમિક શિક્ષણ શાહપુર ગામે અને કડી સર્વવિદ્યાલય ખાતે પ્રાપ્ત કર્યું. ઉપરાંત કેલિફોર્નિયાની પેસિફિક સ્ટેટ્સ યુનિવર્સિટીમાં એમ.બી.એ કર્યું.
આવનારા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગને વિશ્વનું સૌથી મોટું યુવા સામાજિક સંગઠન બનાવવાના પ્રયાસ સ્વભાવે સરળ અને નિખાલસ વ્યક્તિત્વના લીધે તેઓની દીર્ઘદ્રષ્ટિથી ૩૩ વર્ષમાં સૌ પ્રથમ વાર વિશ્વ ગુજરાતી સમાજની યુથ વિંગની રચના કરવામાં આવી છે. પ્રમુખ સી.કે પટેલના ખૂબ જ અતિ મહત્વના સૂચનો, પ્રેરણાદાયી માર્ગદર્શન અને મોટીવેશનલ વિચારોના લીધે યુથ વિંગના આંતરરાષ્ટ્રીય કન્વીનર પૌરસભાઈ પટેલના નેતૃત્વ અને સંગઠન કો-ઓર્ડીનેટર આકાશ પટેલના સંકલન શક્તિના લીધે માત્ર ૬ જ મહિનામાં ગુજરાતના તમામ જિલ્લા- મહાનગર, વિદેશો માં ૯ જેટલા દેશો માં યુથ વિંગની રચના કરવામાં આવી છે, વિશ્વમાં વસતા ગુજરાતીઓના હિત માટે ચિંતિત આ સંસ્થાની યુથ વિંગ દ્વારા છેલ્લા ૬ મહિના માં અનેકવિધ કાર્યો કરવામાં આવેલ છે. આવનારા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગને વિશ્વનું સૌથી મોટું યુવા સામાજિક સંગઠન બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહયા છે.
— હું પણ સારથી… અંતર્ગત ૨૫૦૦૦ લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ પોહચાડવાનું આયોજન :
આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર પૌરસભાઈ પટેલના જણાવ્યા અનુસાર હું પણ સારથી… ના માધ્યમથી ગુજરાતભરમાં સરકારી કેમ્પોના આયોજન અંતર્ગત ૨૫૦૦૦ જેટલા લાભાર્થીઓને લાભ પોહચાડવાનો પ્રયાસ છે.જેમાં આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના વગેરે જેવી યોજના નો લાભ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી જાય તે માટે ના પ્રયાસ છે.
— આયોજિત કેમ્પોના માધ્યમથી ૭૩૨૭ જેટલા લાભાર્થીઓ લાભ મેળવી ચુક્યા :
આ કેમ્પોની ખાસ વિશેષતા એ છે કે લાભાર્થીઓને કોઈ પણ યોજનાની માહિતી માટે વ્યવસ્થિત, વિવેક સાથે પ્રત્યુતર મળવો જ જોઈએ એવી તમામ આયોજક હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે. અત્યારસુધી અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, ગાંધીનગર, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર જિલ્લા માં આયોજિત કેમ્પો ના માધ્યમથી ૭૩૨૭ જેટલા લાભાર્થીઓ લાભ મેળવી ચુક્યા છે. આવનારા સમયમાં અન્ય જિલ્લામાં પણ કેમ્પો ના આયોજનો દ્વારા ટોટલ ૨૫૦૦૦ લાભાર્થીઓ ને લાભ પોહચે એ માટે ના પ્રયત્ન યુથ વિંગ કરી રહી છે.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર – 9925868301