ગરવી તાકાત મહેસાણા : રોટરેકટ ક્લબ ઓફ કડી અને કડી સવઁ વિશ્વવિધાલય ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કારકિર્દી માગઁદશઁન સેમિનાર માં ૧૦૦થી વધારે વિધાથીઁઓએ વાલીગણ સાથે ભાગ લીધો. સેમિનારના માગઁદશઁક ડો. ભાવિન પંડ્યા અને ડો
. દિવ્યાંગ પંડ્યા દ્રારા કારકિર્દી અંગે સુંદર મજાનું માગઁદશઁન પુરુ પાડવામાં આવ્યું.

કડી અને કડીની આજુબાજુના વિધાથીઁઓને વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૦ના અભ્યાસક્રમોમાં અત્યારની પરિસ્થિતિમાં ભણતરમાં નવુ શું ચાલી રહ્યું છે અને અલગ અલગ નવા નવા અભ્યાસક્રમોનું માગઁદશઁન પુરુ પાડવામાં આવ્યું હતું
માણેક
લાલ એમ. પટેલ હોલમાં યોજાયેલા સેમિનાર માં રોટરેકટ પ્રેસિડેન્ટ રોટ્રે. જીમીલ પ્રજાપતિ એ સૌનું હ્રદયથી સ્વાગત કયુઁ. આ પ્રોજેક્ટનું સુંદર મજાનું સેમિનારનું સંચાલન ડાયરેકટર રોટે. રોટ્રે. પાથઁ પટેલ, રોટ્રે. અંકિત પટેલ અને રોટ્રે. રવિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ડો. ભાવિન પંડ્યા એ સામાન્ય પ્રવાહ વિશે અને ડો. દિવ્યાંગ પંડ્યા એ વિજ્ઞાન પ્રવાહ વિશે વિધાથીઁઓ અને વાલિઓને સમજાવ્યું હતું. કડી સવઁ વિશ્વ વિધાલયના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલ દ્વારા ખુબ જ સુંદર સાથ સહકાર બદલ રોટરેકટ પરિવાર તરફથી હ્રદય પુવઁક આભાર વ્યક્ત કર્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી