કલકત્તા પોલીસે ત્રીપુરા CMના OSD વિરૂધ્ધ ગુનો નોંધી સમન્સ પાઠવ્યુ !

November 25, 2021

કોલકાતા પોલીસે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબના ઓએસડી એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી સંજય મિશ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીએમના ઓએસડી પર કોવિડના ડેટા સાથે ચેડા કરવાનો આરોપ છે. છેલ્લા મહિનામાં તેમણે બંગાળમાં કોવિડ પોઝીટીવીટીના દર અંગે ખોટા ડેટા ફેલાવ્યાનો આરોપ છે. ગુરુવારે નારકેલડાંગા પોલીસ સ્ટેશને પણ તેમને સમન્સ પાઠવ્યો છે.

સંજય મિશ્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની 7 કલમો લગાવવામાં આવી છે. આ સિવાય તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 54 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. બુધવારે સંજય મિશ્રાને ઈમેલ દ્વારા આ સમન મળ્યું હતું. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે સંજય મિશ્રાએ કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી સબ-ઇન્સ્પેક્ટર એસ બંદોપાધ્યાય સમક્ષ હાજર થવું જાેઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સંજય મિશ્રા પર લગાવવામાં આવેલી કલમ મુજબ, જાે કોઈ વ્યક્તિ આપત્તિ સંબંધિત ખોટી માહિતી ફેલાવે છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાવવાની સંભાવના છે, તો આવું કરનાર વ્યક્તિને સજા થઈ શકે છે.

આરોપ છે કે ગયા મહિને સંજય મિશ્રાએ કેટલાક ડેટા શેર કર્યા હતા અને ટિ્‌વટર પર લખ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 27 ઓક્ટોબરે કોલકાતામાં કોવિડ પોઝિટીવીટી રેટ 7.74 ટકા હતો. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પર પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવતા સંજય મિશ્રાએ લખ્યું, ‘તમારી પાર્ટી હિંસા અને સાંપ્રદાયિકતા ફેલાવી રહી છે, હવે બહુ થયું, અમે નથી ઈચ્છતા કે તમે પણ કોવિડ ફેલાવો. ’પશ્ચિમ બંગાળના આરોગ્ય મંત્રાલય દ્વારા પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલા ડેટામાં એવું કહેવામાં આવ્યું છે કે 27 ઓક્ટોબરે કોલકાતામાં સક્રિય કોવિડ કેસોની સંખ્યા 50 હતી અને આ દિવસે 4 લોકોના મોત થયા હતા.

કોલકાતાના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નરેલડાંગાના સ્થાનિક રહેવાસીની ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. સંજય મિશ્રાને મોકલવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ખોટી માહિતી આપવા બદલ તમને સવાલ-જવાબ આપવાનું યોગ્ય કારણ છે. આ સમન્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાે તમે સમન્સનો જવાબ નહીં આપો તો કાયદા અનુસાર તમારી ધરપકડ થઈ શકે છે.

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0