ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના મગરોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં બોરની ઓરડીમાંથી 30 હજાર રૂપિયાની કિંમતના કેબલ વાયરની ચોરી અજાણ્યા શખ્સે રાત્રિના સમયે ઓરડીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. મગરોડા ગામના કેશુભાઈ પ્રતાપભાઇ ચૌધરીના કડવાવાળા તરીકે ઓળખાતા ખેતરમાં પાણીનો ટ્યુબવેલ આવેલો કેશુભાઈ 31 જુલાઈ 2025ના રોજ સાંજના સમયે બોરની ઓરડીને તાળું મારી ઘરે ગયા.

રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે ઓરડીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો ચોરે સ્ટાર્ટરથી બોરવેલ સુધીનો 80 ફૂટ લંબાઈનો 50 એમ.એમ.નો કાળો વાયર ચોરી લીધો વરસાદની સિઝન હોવાથી કેશુભાઈ ખેતરે જતા ન હતા 5 ઓગસ્ટ 2025ના રોજ તેઓ ખેતરે ગયા ત્યારે ઓરડીનું તાળું તૂટેલી હાલતમાં જોયું અને વાયરની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું.
![]()
આ બનાવ અંગે કેશુભાઈ ચૌધરીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી છે અને ચોરની શોધખોળ કરી રહી છે.


