જમ્મુમાં બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી: 30ના મોત, 40 ઘાયલ

May 30, 2024
યુપીના 90 યાત્રીઓ બાબા ભોલેનાથના દર્શન માટે શિવખોડી ધામ જઈ રહ્યા હતા

ઉત્તર પ્રદેશની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો

J&K : જમ્મુના અખનૂરમાં ગુરુવારે બપોરે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુમાં ભીષણ અકસ્માત, શિવ ખોડી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી, 21ના  મોત | jammu and kashmir akhnoor bus accident gorge several dead several  injured

વાસ્તવમાં, આ દુર્ઘટના જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (144A) પર ગુરુવારે બપોરે અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ઊંડી ખાઈ નજીક ઘટી  હતી. અકસ્માતનો ભોગ બનેલી આ બસ ઉત્તર પ્રદેશ RTOની છે, જેનો નંબર UP 86EC 4078 જણાવવામાં આવ્યો છે. બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. પરંતુ ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને અખનૂરના તુંગી વળાંક પાસે ઊંડી ખાઈમાં પડી ગઈ.

અધિકારીઓએ જણાવ્યું કે બસ રસ્તા પરથી સ્લીપ ગઈ અને જિલ્લાના કાલીધર વિસ્તારમાં લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. તેણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

અકસ્માતના કારણોની પ્રાથમિક માહીતી મુજબ ડ્રાઈવરે  સ્ટિયંરિગ પરથી કાબુ ગુમાવી દેતા, આ દુર્ઘટના ઘટી હતી. ઘાયલોને જમ્મુની મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ઘણા મુસાફરોની હાલત નાજુક છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ બચાર કાર્ય શરૂ કરાવ્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0