મહેસાણાના કસ્બા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર…

May 23, 2025

મહેસાણા : મહેસાણાના સાધનપુર અને મોઢેરા રોડ બાદ હવે મનપાનું જેસીબી દબાણ તોડવા માટે કસ્બા વિસ્તારમાં ફરી વળ્યું મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના 50ના કાફલાએ 4 જેસીબીની મદદથી કસ્બા વિસ્તારમાં મટન માર્કેટથી ગંજ બજાર તરફના રોડની બંને બાજુ ના 42 જેટલા દબાણો દૂર કરીને એવરેજ 12 મીટર જેટલો રોડ ખુલ્લો કર્યો હતો.

જેમાં કસ્બાના મટન માર્કેટથી ગંજ બજાર તરફ જવાના રોડ પરના ગેરકાયદેસર દબાણો ઉપર જેસીબી ફરી વળ્યું મોડી સાંજ સુધીમાં 35 જેટલી ગેરકાયદેસર દુકાનો અને 7 જર્જરિત મકાનો મળી 42 જેટલા દબાણોનો મનપા દ્વારા સફાયો બોલાવવામાં આવ્યો મોડી સાંજ સુધી પણ મનપાએ દબાણ હટાવની કામગીરી ચાલુ રાખી હતી.

સૌપ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી ગુરુવારે સવારે શરૂ કરવામાં આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી મંડોરી જાતે ઉભા રહીને ત્રણ પીએસઆઇ અને અન્ય પોલીસ તેમજ મનપાના સ્ટાફ સાથે મળી 50 જણના કાફલા સાથે 4 જેસીબી અને ટ્રેક્ટરની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0