ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં જમીન કપાતના નવા નિયમોને લઈને વિવાદ ઊભો થયો મનપામાં આવનાર ગામોના ખેડૂતોએ 40 ટકા જમીન કપાતના નિયમનો ઉગ્ર વિરોધ કર્યો 40 ટકા કપાતના આ નિયમને લઈ ક્રેડાઈ મહેસાણા અને ખેડૂતોએ મહેસાણા ક્લેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. આ મુદ્દે ભાજપ સાથે જોડાયેલા બિલ્ડરો પણ સરકાર સામે ઊભા રહ્યાં અને તેમણે પણ આ કાયદા સામે બાંયો ચડાવી બિલ્ડરો અને ખેડૂતો બંનેનું કહેવું કે, 40 ટકા જમીન કપાતનો નિયમ જમીનધારકો માટે અસહ્ય છે અને વિકાસની સાથે સાથે ન્યાય પણ જરૂરી મનપા વિસ્તારનો આ વિવાદ હાલ રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો આગામી દિવસોમાં આંદોલનની શક્યતાઓ નકારી શકાય નહીં.
![]()
ક્રેડાઈના ચેરમેન મુકુંદ પટેલે જણાવ્યું મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી એ સરકારનું સરાહનીય કામ ગણી શકાય પરંતુ નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેણે D2 કેટેગરીમાં મૂકવામાં આવી D2માં 40 ટકા કપાત નોન TP એરિયામાં આવે એ 40 ટકા કપાતની જગ્યા એ 20 ટકા કપાત થાય એવી અમારી માગ જે મકાનો 60 થી 70 લાખના હતા એ મકાન 90 થી 95 લાખના થઈ જાય D2 કેટેગરીમાં જો 40 ટકા કપાત થાય તો પ્રોબ્લેમ આવે જે ગ્રાહકો છે તેમના પર બોજો વધે અને મંદીનો માહોલ ઉભો થાય. ખેડૂત જણાવ્યું કે, અમને એવું જાણવા મળ્યું છે કે, જે ખેડૂતોની જમીન છે.

એ મહાનગરપાલિકાના કારણે 40 ટકા જમીન સરકારમાં કપાઈ જશે.બીજી બાજુ મહાનગરપાલિકા એમ કહે છે કે આપડે વિકાસ કરીયે છીએ. વિકાસમાં અમારો સહકાર છે પરંતુ 40 ટકા જમીન અમારી કપાય તો સાહેબ અમારી પાસે કાંઈ વધે નહીં, અમે લોકો વિઘા બે વિઘાના ખાતેદાર છીએ. અમે સરકારને 5 ટકા જમીન આપશું પણ વધારે જમીન નહીં આપીએ, જરૂર પડે તો જીવ આપશું. સરકાર 40 ટકા જમીન કપાત કરશે તો ઉગ્ર આંદોલન કરીશું તેમજ દિલ્હી જવું પડે તો દિલ્હી જશું પણ 5 ટકા ઉપર જમીન નહીં આપીએ.



