ગરવી તાકાત અરવલ્લી : ભિલોડાના જેતપુરમાં તા.25 નવેમ્બરે યુવાન ગુમ થયો હતો અને તેની જાણ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કરાઇ દરમિયાન ગુમ યુવકની લાશ તા.30 નવેમ્બરે ભાણમેરની સીમમાં નદીના પટમાંથી મળતાં પોલીસે આ અંગે ગુનો નોંધી મૃતકનું પીએમ કરાવતા તેની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું દરમિયાના ભાઇની પત્ની સાથેના આડા સંબંધોમાં ભાઇની હત્યા કર્યાનું સામે આવતાં હત્યા કરનાર હિતેશભાઈ નાથાભાઈ જોશીયારા રહે. જેતપુર તા. ભિલોડાને એલસીબી પીઆઇ ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ખાનગી માહિતીના આધારે કુશાલપુરા ગામની સીમમાંથી ઝડપી ભિલોડા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી.

એલસીબીએ આ ગુનામાં વપરાયેલ બાઇક નંબર જીજે 09એ એ 5445 અને મોબાઇલ સહિત કુલ રૂ.60હજારનો મુદ્દામાલ કબજે લીધો જેતપુરમાં રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ જોશિયારા ગુમ થતાં ગુમ થનારના ભાઈ ભરતભાઈ બાબુભાઈ જોષીયારાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ ગુમ થયાની જાણ ભિલોડા પોલીસમાં કરી દરમિયાન ગુમ થનારની લાશ ભાણમેરની સીમમાં આવેલી નદીના પાણીના પટમાંથી મળતાં મોતનો ગુનો દાખલ કરાયો પોલીસ દ્વારા મૃતક અશ્વિન જોશીયારાનું પીએમ કરાવતાં તેની હત્યા થઈ હોવાનું જણાતાં મૃતકના ભાઈ ભરતભાઈએ આરોપી હિતેશભાઈ નાથાભાઈ જોશીયારા રહે.જેતપુરે પોતાની પત્ની સાથે.

મૃતક અશ્વિન જોશીયારાને આડા સંબંધ હોવાનો શક વહેમ રાખી તેનું મોત નિપજાવ્યા બાબતે ફરિયાદ કરતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ખૂન સહિતની જુદી જુદી કલમ હેઠળ આરોપી હિતેશભાઈ નાથાભાઈ જોશિયારા રહે. જેતપુર સામે ગુનો નોંધાયો એલસીબી સ્ટાફ ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોપીની વોચ તપાસમાં તે દરમિયાન ખાનગી માહિતીના આધારે એલસીબીએ આરોપી હિતેશભાઈ નાથાભાઈ જોશીયારાને કુશાલપુરાની સીમમાંથી દબોચી લીધો અને ગુનામાં વપરાયેલ બાઇક નંબર જીજે 09એ એ 5445 અને મોબાઇલ સહિત કુલ રૂ.60હજારનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


