યાત્રાધામ ઢીમામાં બૂટલેગરો અને અસામાજિક તત્વોનો ત્રાસ : ચારે દિશામાં દેશી દારૂનાં સ્ટેન્ડ…

November 17, 2025

-> બનાસકાંઠા જિલ્લામાં નવા પોલીસ વડાનાં આગમન બાદ વિદેશી દારૂની લાઈનો બંધ થઈ :

-> સરહદી વિસ્તારમાં ગામડાઓમાં લાઈનો બંધ થવાથી દેશી દારૂની બદી વકરી હોવાની ચર્ચાઓ :

ગરવી તાકાત બનાસકાંઠા : ધરણીધર તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધરણીધર ભગવાનનું ધામ દેશી દારૂની બદીને કારણે અભડાયું છે જોકે બૂટલેગરો દારૂના મોટા હપ્તાઓ આપીને પોલીસને લલકાર કરી રહ્યાં હોય એમ પવિત્ર યાત્રાધામમાં બેફામ રીતે બાઇક લઈને નંબર પ્લેટ વગરનાં બાઈકો લઈને દારૂ વેચી રહ્યાં છે છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.જોકે યાત્રાધામ ઢીમામાં ચારેય દિશામાં દેશી દારૂનાં સ્ટેન્ડ ધમધમે છે જોકે વાવ પોલીસ આ બાબતે અજાણ છે કે કેમ એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે રાજ્ય સરકારે તાલુકા મથકનો દરજ્જો આપ્યો.

ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે 'સાંત્વના કેન્દ્ર'

પણ અસમાજિક પ્રવૃતિઓ,બુટલેગરોને ત્રાસ હજુ પણ યથાવત રહ્યો છે. જોકે પવિત્ર યાત્રાધામની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની આજુબાજુમાં અને જૈન સમાજની સ્મશાનભૂમિ નજીક પણ ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થાય છે જોકે સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી દર પુનમે લોકમેળો ભરાય છે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે છતાં પણ બૂટલેગરો મોટા હપ્તાઓ આપીને દારૂનું વેચાણ કરતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે યાત્રાધામનાં બેફામ બૂટલેગરો.

અને અસમાજિક તત્વોની સામે કડક કાર્યવાહીની લોકોની માંગ યાત્રાધામ ઢીમા દારૂની બદીને કારણે અભડાયું છે  જોકે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી રહી છે જોકે આવા લોકોની જિલ્લા પોલીસ વડા દ્વારા યાદી તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. આ અંગે થરાદ નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.વારોતરીયાએ જણાવ્યું હતું કે યાત્રાધામ ઢીમામાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓ કે ઉકાળનારાઓ સામે અને બૂટલેગરો સામે કાર્યવાહી કરીશ અને જ્યાં આવી પ્રવૃતિઓ થતી હશે ત્યાં પોલીસ મદદરૂપ થશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0