મહેસાણા શહેરમાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાતાં બોર્ડ બેનર હવામાં ફંગોળાયાં 

March 6, 2023

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના 20 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ 

2500 થી 3000 વીઘામાં ખેડૂતના પાકોમાં વરસાદી માવઠાથી લાખોનું નુકસાનની ભીતિ

રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની સાથે કરા પડ્યા, ખેડૂતોની ચિંતા વધી

શિયાળુ પાકમાં ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાનની ભિતી  

ગરવી તાકાત, મહેસાણા તા. 06- હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાના સાથે વરસાદી ઝાપટું પડી શકે છે. જો કે આજ રોજ સમગ્ર ગુજરાતમાં આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા તો કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા તો ક્યાંક જોરદાર પવનના સૂસવાટા સાથે વાવાઝોડું ફુંકાયું હતું. ત્યારે સમી સાંજે મહેસાણા શહેર સહિત જિલ્લામાં વરસાદી માવઠું સર્જાયું હતું જો કે અમી છાંટણા થયા હતા પરંતુ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતા શહેરમાં લાઇટ બંધ કરી દેવાની ફરજ પડી હતો. તો શહેરમાં લાગેલા કેટલાક બોર્ડ બેનરો ઉડવા લાગ્યાં હતા. મહેસાણા શહેરમાં ભારે પવન ફૂંકાતાં વાહનચાલકો પણ અટવાઇ પડ્યાં હતા.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ભૂજ સહિત ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું છે. સમી, શંખેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં ગાજવીજ સાથે પવન ફૂંકાયો છે, જ્યારે જિલ્લાના અનેક વિસ્તારમાં માવઠાના વાદળોથી ખેડૂત ચિંતીત છે. શંખેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે માવઠું થયું છે. ઘઉં, ચણા, જીરું સહિતના પાકને નુકશાનની ભીતિ છે. ગુજરાતના 20 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.

ભરૂચ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અહીં ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તો મોરબીમાં પણ બપોર બાદ અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. આજે હોળી હોવાને કારણે હોલિકા દહનના કાર્યક્રમમાં પણ આ કમોસમી વરસાદે મુશ્કેલી ઉભી કરી છે.  આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા, લાખણી, થરાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો. અહીં વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને પોતાના પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. આ સિવાય પાદરા, અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકના ખેડૂતને મોટું નુકસાનની ભીતિ જોવા મળી હતી. પાંચિયાવદર માં 2500 થી 3000 વીઘામાં ખેડૂતના પાકોમાં વરસાદી માવઠાથી લાખોનું નુકસાનની ભીતિ જોવાઈ રહી છે તેવું પાંચિયાવદરના ઉપસરપંચ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0