આપાતકાલીન સમયને પહોંચી વળવા પાટણ રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

May 10, 2025

-> પાટણના ધારાસભ્ય દ્વારા “મારૂ બ્લડ મારા દેશ માટે” નામની લિંક બનાવી..

 ગરવી તાકાત પાટણ : વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે પાટણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ડૉ.વિપુલભાઈ મોદી, કોર્પોરેટર ભરત ભાટીયા સહિતના રાજકીય- સામાજિક આગેવાનો,ડોક્ટરો, પાટણના પ્રબુદ્ધ નગર જનો સહિતનાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અંદાજીત ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરી દેશ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આ સાથે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા વર્તમાન ભારત પાકિસ્તાનની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કરનાર બ્લડ દાતાઓની યાદી બનાવવા માટે “મારું રક્ત મારા દેશ માટે” નામની ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક તૈયાર કરવામાં આવી છે.જે લીંક માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારા બ્લડ ડોનરો ની યાદી તૈયાર કરી આપત કાલીન સમયે બ્લડની જરૂરિયાત ઉભી થાય તો આવા સ્વૈચ્છિક બ્લડ દાતાઓનો સંપર્ક કરવામાં આવશે તેવું પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0