ગરવી તાકાત અંબાજી : અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ આજુબાજુના આદિવાસી અને જરૂરિયાતમંદ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હોસ્પિટલને અપગ્રેડ કરીને 100 બેડની સુવિધા આપવાની મંજૂરી મળી આ અપગ્રેડેશનથી દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો અને સ્ટાફની સેવાઓનો લાભ મળશે. છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર કાર્યરત આ સેન્ટર દ્વારા 146થી વધુ દર્દીઓને પ્રસૂતિ, ઓપરેશન અને અન્ય સારવાર માટે રક્ત પૂરું પાડવામાં આવ્યું.

હવે હોસ્પિટલને બ્લડ બેંક બનાવવાની મંજૂરી પણ મળી ગઈ રક્તની જરૂરિયાત પૂરી કરવા માટે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અને પેથાણ બ્લડ બેંક પાલનપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં હોસ્પિટલ સ્ટાફ અને અંબાજીના રહેવાસીઓએ રક્તદાન કર્યું.

કેમ્પને સફળ બનાવવામાં હોસ્પિટલના અધિક્ષક ડૉ. વાય.કે. મકવાણા, અન્ય ડોક્ટરો, લેબોરેટરી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓએ મહત્વનું યોગદાન હોસ્પિટલની સેવાઓથી પ્રભાવિત દર્દીઓએ સ્ટાફની કામગીરીને બિરદાવી અને આભાર વ્યક્ત કર્યો.


