ગરવી તાકાત બનાસકાંઠા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જીત થતાં બનાસ વિજય ઉત્સવનો કાર્યક્રમ પાલનપુરના ચડોતર કમલમ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં બનાસકાંઠાના હજારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ઉત્સવને બનાસની જનતાનો લોકોત્સવ ગણાવવામાં આવ્યો આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જાહેર સભાને સંબોધી તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા.

જાહેર સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આખા રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બન્ને નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું તેમજ જણાવ્યું કે, બનાસની બેન અમે તમારૂ સન્માન કરીએ છીએ પરંતું તમે લોકસભામાં જઈ ગુજરાતની તમામ બહેનું અને દેશની 70 કરોડ મહિલાઓનું નારી વંદના અધિનિયમ અંતર્ગત તમે જે અપમાન કર્યું એ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આગામી દિવસોમાં માતા-બહેનોએ તેમને તેમના ગઢમાંથી સીટો આંચકી લીધી વડગામમાં પણ ભવ્ય વિજય થયો તેવી જ રીતે, વાવ-થરાદમાં પણ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું.
![]()
વિશ્વકર્માએ યાદ અપાવ્યું કે, લોકસભા ચૂંટણી વખતે પણ જ્યારે શશિકાંતભાઈ પ્રભારી ત્યારે કોંગ્રેસની પોતાની વિધાનસભા સીટમાં ગાબડું પડ્યું આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાઓએ કોંગ્રેસના ગઢમાંથી સીટો આંચકીને ભગવો લહેરાવ્યો ઉલ્લેખનીય કે, તાજેતરમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત થઈ બનાસની જિલ્લા પંચાયતની 48માંથી 32 બેઠક કબજે કરી તેમજ ત્રણેય નગરપાલિકા અને 6 તાલુકા પંચાયતમાં જીત મેળવી.


