મેઘરજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 2 સભ્યોના પક્ષપલટાથી પંચાયતમાં ભાજપનો કબજો….

May 25, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં તેના બે સભ્યોએ પક્ષપલટો કરતાં ભાજપે સત્તા પર કબજો જમાવ્યો ભરત ખાંટ પ્રમુખ અને અરવિંદ ખરાડી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા મેઘરજ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 11 ભાજપ પાસે 10 અને એક બેઠક અપક્ષ પાસે ચૂંટણી સમયે કોંગ્રેસના બે સભ્યો અને એક અપક્ષ સભ્યે ભાજપને ટેકો જાહેર કરતાં રાજકીય સમીકરણો બદલાયા.

Meghraj Taluka Panchayat Power Struggle Intensifies | Congress Moves Members

કોંગ્રેસના પંચાલ બેઠકના સભ્ય ભરતભાઈ નાનજીભાઈ ખાંટ અને જામગઢ બેઠકના સભ્ય અરવિંદભાઈ અમરાભાઈ ખરાડીએ પક્ષપલટો કરીને ભાજપને સમર્થન આપ્યું આના કારણે ભાજપને અપક્ષ સહિત કુલ 13 સભ્યોનું સમર્થન મળ્યું આ રાજકીય ઘટનાક્રમ બાદ, ભાજપના ટેકાથી કોંગ્રેસમાંથી આવેલા ભરતભાઈ ખાંટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા જ્યારે અરવિંદભાઈ ખરાડી ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા.

Meghraj Taluka Panchayat: Bharat Khant President, Arvind Kharadi VP After  Congress Defection

મળતી માહિતી મુજબ, કોંગ્રેસમાં લાંબા સમયથી સક્રિય અને સતત ત્રણ ટર્મથી જીતતા આવેલા નેતાઓને પક્ષમાં યોગ્ય સ્થાન ન મળતાં નારાજગી આ નારાજગીના કારણે બંને સભ્યોએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું આ સમગ્ર ઘટનાક્રમ બાદ મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તાનો પવન બદલાયો વધુ બેઠકો હોવા છતાં કોંગ્રેસ સત્તા ગુમાવી બેઠી જ્યારે ભાજપે રાજકીય વ્યૂહરચનાથી તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0