ગરવી તાકાત મેહસાણા: મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 10 બેઠકો પર 11 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોત. મતદાન બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સત્તાધારી ભાજપનો વિજય થયો છે અને બળવાખોર બે ઉમેદવારોને કારમે પરાજય થયો છે.
મહેસાણા માર્કેટયાર્ડની કુલ 16 બેઠકોમાંથી ખરીદ-વેચાણની બે બેઠકો અને વેપારી વિભાગની કુલ 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઇ હતી ત્યારે ભાજપના જ બે બળવાખોરના કારણે ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ વાળા તમામ 10 ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયા છે. તો બળવાખોર બે ઉમેદવારનો કારમો પરાજય થતા જિલ્લા ભાજપે તમામ વિજેતા ઉમેદવારોને શુભકામના સાથે ખુશી વ્યક્ત કરી હતી
ભાજપ શાસિત મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાના વરિષ્ઠ આગેવાન ચેરમેન અને વા.ચેરમેનના પત્તા કાપ્યા હતા. આથી આ ચુંટણી મહત્ત્વની ગણાઈ રહી હતી.
મહેસાણા APMCની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો 31 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેચી લેવાની તારીખ હતી. હવે આજે મહેસાણા APMC માટે મતદાન યોજાશે અને 12 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારનો સમાવેશ થાય છે.
— વિજેતા ઉમેદવાર અને મળેલા મત
-
ચૌધરી વિષ્ણુભાઈ શંકરભાઇને : 518 મત મળ્યા
-
પટેલ અંબાલાલ પુરુષોત્તમદાસને : 384 મત મળ્યા
-
પટેલ કાંતિભાઈ મંગળદાસને : 543 મળ્યા
-
પટેલ ગાન્ડા ભાઈ કચરા દાસને : 548 મળ્યા
-
પટેલ જયંતિભાઈ પ્રભુદાસને : 545 મળ્યા
-
પટેલ ભાઈલાલભાઈ ઈશ્વરલાલને : 538 મળ્યા
-
પટેલ મિતલ કુમાર જગદીશભાઈને : 542 મળ્યા
-
પટેલ રામાભાઇ માધવદાસને : 523 મળ્યા
-
પટેલ વિનોદભાઈ હરિદાસને : 539 મળ્યા
-
પટેલ સોમાભાઈ મથુરદાસને : 434 મળ્યા
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મેહસાણા


