લખબીર સિંહના પરિવારને વળતર આપવા મામલે ભાજપ સમર્થીત સંગઠનો સિંઘુ બોર્ડર પર હોબાળો !

શેર કરવા અહીં ક્લિક કરો.

સિંઘુ બોર્ડર પર જાેરદાર હોબાળો થયો હતો. લખબીર સિંહના પરિવારને વળતર અને સરકારી નોકરીની માગ સાથે ભાજપ સમર્પીત હિન્દ મજૂર કિસાન સમિતિના કાર્યકરો બોર્ડર પાસે પહોંચ્યા હતા. સિંઘુ બોર્ડર પર 15 ઓક્ટોબરે નિહંગોએ લખબીર સિંહની ર્નિદયતાપૂર્વક હત્યા કરી દીધી હતી. આ કાર્યકરોનો પ્લાન સિંઘુ બોર્ડર પર ધરણાં અને હવન કરવાનો હતો. જાેકે પોલીસે તેમને નરેલા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં જ અટકાવી દીધા હતા. સિંઘુ બોર્ડર નજીક નરેલામાં ભારે પોલીસદળ તહેનાત કરાયું હતું. હિન્દ મજૂર કિસાન સમિતિના કાર્યકરોને વેરવિખેર કરવા બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. જાેકે પોલીસે લાઠીચાર્જ કર્યાનો ઈનકાર કર્યો હતો અને ફક્ત ધક્કા-મુક્કી થઇ હોવાની વાત સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે લખબીરની હત્યાની જવાબદારી નિહંગ સમૂહ નિર્વેર ખાલસા-ઉડના દળે લીધી હતી. તેનું કારણ પવિત્ર ગ્રંથની બેદઅબી જણાવાયું હતું. હરિયાણામાં સોનીપત જિલ્લાના કુંડલીમાં ખેડૂતોના દેખાવસ્થળ નજીક લખબીરનું શબ બેરિકેડથી બાંધેલું મળ્યું હતું. એક હાથ કાપેલા લોહીમાં લથબથ હાલતમાં મળ્યો હતો. સિંઘુ બોર્ડર પર 15  ઓક્ટોબરે લખબીર સિંહની હત્યા બાદ ખેડૂત આંદોલનમાં નિહંગોની હાજરી સામે સવાલો થવા લાગ્યા છે. દરમિયાન બુધવારે નિહંગોએ જાહેરાત કરી કે તે સિંઘુ બોર્ડરથી હટવાના નથી. અહીંથી નિહંગોના જથ્થા પંજાબના અલગ અલગ ભાગોમાં જઈને ગુરુદ્વારા સાહિબને ચેક કરશે અને જાે ત્યાં બેઅદબીની ઘટના થશે તો નિંહગો કાનૂની નહીં પણ જાતે જ કાર્યવાહી કરશે.

નિહંગોએ બુધવારે સરહદે એક બેઠક બોલાવી હતી. જેમાં પંજાબથી અલગ અલગ ધાર્મિક સંગઠનોના સભ્યો અને નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન પોતાના સંબોધનમાં અલગ અલગ નેતાઓએ કહ્યું કે જાે સિંઘુ બોર્ડર પર નિહંગ સિંહ ન હોત તો ખેડૂતોના સ્ટેજ પર ક્યારનો કબજાે કરી લેવાયો હોત. એટલા માટે કોઈ નિહંગ સંગઠન અહીંથી પાછું નહીં જાય અને આ કોઈ એક પાર્ટી કે સંગઠનના દેખાવો નથી પણ સંયુક્ત દેખાવો છે. એટલા માટે અહીંથી કોઈ પીછેહઠ નહીં કરે.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.