અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતમાં બારેમાસ ખાંગા, હવે આવતા વર્ષે પાણીની ચિંતા નહિ

September 18, 2023

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો 

રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહ થયો છે. જેમાં ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક

હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત

ગરવી તાકાત, મહેસાણા તા. 18- ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહ થયો છે. જેમાં ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર મૂકાયા છે. રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થયો છે. ગોલ્ડન બ્રિજ પર 39.42 ફૂટે નર્મદા નદી વહી રહી છે.

ગાંધીનગરના સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવ્યા અનુસાર, તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં ૩,૩૪,૦૮૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં ૪,૯૮,૩૧૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો નોંધાયો છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા,…

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

  • રાજ્યભરના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો
  • ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ
  • ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ
  • ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ
  • ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. 
  • ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા જળસંગ્રહ
  • મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા જળસંગ્રહ
  • દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા જળસંગ્રહ
  • કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
5:29 am, Dec 6, 2024
temperature icon 17°C
scattered clouds
Humidity 37 %
Pressure 1013 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 39%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:09 am
Sunset Sunset: 5:53 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0