લીંચ ગામના શિવ પાર્લરમાં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બાઈક સવારોએ વેપારીના ગળામાંથી સોનાની ચેઈન તોડી રફુચક્કર થઈ ગયા…

March 20, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવ પાર્લરમાં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઈક સવારો વેપારીના ગળામાંથી આશરે રૂ 3.90 લાખની કિંમતની સોનાની બે ચેઈન તોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા આ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા લીંચ ગામના તોતરમાતાના મંદિર પાસે રહેતા ભરતજી રામસંગજી ઠાકોર ગામના બસ સ્ટેન્ડ પાસે.

Gold Snatchers: Woman's chain snatched in Panchkula | Chandigarh News -  Times of India

શિવ પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે આશરે સાડા છ વાગ્યાના સુમારે એક બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની દુકાને આવ્યા જેમાં બાઈક ચલાવનાર શખ્સે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું જ્યારે પાછળ બેઠેલા સફેદ શર્ટધારી શખ્સે પ્રથમ ગુટખા અને વેફર ખરીદી વેપારીનો વિશ્વાસ કેળવ્યો ત્યારબાદ સાતેક વાગ્યાના સુમારે આ ગઠિયાએ આઈસ્ક્રીમ માંગતા ભરતજી દુકાનના આગળના ભાગે મુકેલ ફ્રિજ ખોલવા માટે નીચે નમ્યા વેપારી જેવો નીચે નમ્યો કે તુરંત જ તકનો લાભ ઉઠાવી ગઠિયાએ તેમના.

Mehsana Woman Forced Abortion Torture Husband In-Laws Doctor Booked

ગળામાં પહેરેલી સાડા ત્રણ તોલાની સોનાની ચેઈન અને અઢી તોલાની બીજી સોનાની ચેઈન ઝુંટવી લીધા વેપારી કઈ સમજે તે પહેલા જ બંને લૂંટારુઓ બાઈક પર સવાર થઈ પલાયન થઈ ગયા ભરતજીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો અને અન્ય વેપારીઓ એકઠા થઈ ગયા પરંતુ લૂંટારુઓ હાથ લાગ્યા નહોતા આ અંગે લાંઘણજ પોલીસને જાણ કરાતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી આરોપીઓને પકડવા માટે કવાયત તેજ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0