મહેસાણા : મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મોટી રાહત મળી હોસ્પિટલમાં 6 નવા બોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબીબોની નિમણૂક કરવામાં આવી. આ નિમણૂકમાં એક ફિઝિશિયન, એક એનેસ્થેટિક, એક સર્જન, એક બાળરોગ નિષ્ણાત, એક નેત્ર રોગ નિષ્ણાત અને એક સ્ત્રીરોગ નિષ્ણાતનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના કેન્દ્રસ્થાને આવેલી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માત્ર મહેસાણા જિલ્લામાંથી જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
હાલમાં સિવિલ હોસ્પિટલમાં સાત માળનું નવું મકાન બની રહ્યું છે. અગાઉ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ઘટને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હતું અથવા પૂરતી સારવાર મળતી ન હતી. નવા તબીબોની નિમણૂકથી હવે દર્દીઓને વધુ સારી અને સમયસર સારવાર મળી શકશે.