રાજ્ય સરકારના કરાર આધારિત કર્મચારીનું અવસાન થાય તો ભૂપેન્દ્ર પટેલ સરકાર આપશે પરિવારને 14 લાખની સહાય

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્ય સરકારના કરાર આધારિત કર્મચારીઓના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય,

કરાર સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો પરિવારને મળશે આર્થિક સહાય

ગરવી તાકાત, ગાંધીનગર તા. 13- રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. ફરજ દરમિયાન અવસાન થાય તો આશ્રિતોને રૂ.14 લાખની સહાય મળશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ – 3અને વર્ગ – 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ એચ.કે ઠાકર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે,

રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-12/10/2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂ.14 લાખ (ચૌદ લાખની) ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના તા-20/07/20147ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

આવતીકાલથી બંધ થઈ જશે સરકારી કર્મચારીઓને મળનારી મોટી સુવિધા, જાણો નવી  ગાઈડલાઈન | central govt resume biometric attendance system for govt  employees from 8 november check here

કોને મળશે આ લાભ – ઠરાવ (સા.વ.વિભાગનો તા. 24-09-2022નો ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-ક)થી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલા અને તા. 24-9-2022 કે ત્યારબાદ ચાલુ નોકરીએ અવસાન પામાનારા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરીને 14 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત ઠરાવ (સા.વ.વિભાગનો તા.૨૯-૧૦-૨૦૨૨.નો ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક)થી કરારીય સમયગાળા દરમિયાન 29-10-2022 કે

ત્યારબાદ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના ફીક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને  રૂપિયા 7 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની નીતિ દાખલ કરાઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓને તેઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નથી. જેથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.