પાટણ વાડા સમાલ ગોળ રોહિત સમાજ ના કુમાર અને કન્યા છાત્રાલય નું મુખ્યમંત્રી ના હસ્તે ભુમિપૂજન થશે.

May 4, 2022

— સમાલ ગોળ રોહિત સમાજ નું કુમાર અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ના હસ્તે થશે :

ગરવી તાકાત સરસ્વતી પાટણ : ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ ગામડાઓમાં બાળકોને શિક્ષણ ની સાથે પોતાના નજીક ના વિસ્તારમાં રહેવાની સગવડ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.તેના ભાગરૂપે પાટણ વાડા  રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શિહોરી ત્રણ રસ્તા પાસે આવેલ જગ્યાએ કન્યા અને કુમાર છાત્રાલયના બાંધકામનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.પાટણ વાડા સમાલ ગોળ રોહિત સેવા ટ્રસ્ટ ના અથાગ પ્રયત્નો થી પાટણ શહેર નજીક આવેલા શિહોરી ત્રણ રસ્તા પાસે ની જમીન પર શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન થવાનું છે.
આ પ્રસંગમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી માન સી આર પાટીલ તેમજ શ્રીમાન નરહરી અમીન.શ્રી દિનેશચંદ્ર અનાવાડિયા સંસદસભ્યશ્રી બનાસકાંઠા.શ્રી જુગલજી ઠાકોર સાંસદ મહેસાણા.શ્રી પાટણ ના સંસદ શ્રી ભરતસિંહ ડાભી.શ્રી રજનીભાઇ પટેલ.આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં ડો.કિરીટભાઈ સોલંકી સાથે સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર.કચ્છ ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા.સાથે  પૂજ્ય શ્રી નરભેરામ આશ્રમ નોરતા થી પરમ પૂજ્ય દોલતરામ મહારાજ
તેમજ પાટણ જિલ્લા માં થી શ્રી રણછોડભાઇ રબારી.શ્રી કે સી પટેલ.શ્રી દશરથજી ઠાકોર.પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતિ બેન મકવાણા.જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરીબેન સોલંકી.તેમજ અશોકભાઈ એમ પરમાર આ તમામ લોકોની હાજરીમાં પાટણવાડા સમાલ ગોળ રોહિત સમાજ ના કુમાર અને કન્યા શૈક્ષણિક સંકુલનો ભૂમિપુજન કરવામાં આવશે.આ પ્રસંગે આવતા લોકો માટે દાતાઓ શ્રી દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરેલ છે.આ સમારોહ તારીખ 11.5. 2022 બુધવારના રોજ થનાર હોઇ આ પાવન પ્રસંગે સૌ કુટુંબ સહિત પધારી આ પ્રસંગને સફળ બનાવવા માટે ભાવભર્યુ આમંત્રણ રોહિત સમાજ દ્વારા પાઠવવામાં આવેલ છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0