— ભાવેશ પટેલના સંમેલનમાં 5000 હજાર કરતાં વધુ પાટીદારો હાજર રહ્યાં :
ગરવી તાકાત, મહેસાણા : બહુચરાજી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાવેશ પટેલનું શક્તિ પ્રદર્શન
યોજવામાં આવ્યું હતું. ૮૪ કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે પાટીદાર સમાજના યોજાયેલા સંમેલનમાં પાંચ હજાર કરતાં પણ વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતા અને ભાવેશ પટેલને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.
બહુચરાજી વિધાનસભામાં ચોર્યાસી કડવા પાટીદાર સમાજના ભાવેશ પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. બહુચરાજી બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાંથી બંન્ને ક્ષત્રિય સમાજના ઠાકોર ઉમેદવાર મેંદાનમાં છે. અહીં પાટીદાર સમાજના ઉમેદવારને કોંગ્રેસ કે ભાજપે ટિકીટ ન આપતાં આ બેઠક પરથી પાટીદાર સમાજના ભાવેશ પટેલે
ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. બહુચરાજીમાં પાટીદાર સમાજના ૧૮ હજાર કરતાં પણ વધુ મતદારો છે. ત્યારે અપક્ષમાં ઉમેદવારી કરનાર ભાવેશ પટેલને સમાજના મતદારોને સંપૂર્ણ સહકાર મળ્યોં તો ભાવેશ પટેલ મોટા રાજકિય પક્ષની ગણતરી ખોટી પાડી શકે છે.
પાટીદાર સમાજના મત અપક્ષ ઉમેદવાર ખેંચી જાય તો રાજકિય પક્ષોને મોટુ નુકશાન થઇ છે. ત્યારે બહુચરાજી બેઠકના અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલનું શક્તિ પદર્શન યોજાયું હતું. જેમાં પાંચ હજાર કરતાં પણ વધુ સંખ્યામાં પાટીદાર સમાજના મતદારો હાજર રહ્યાં હતા. ચોર્યાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવેશ પટેલની શક્તિનો પરચમ પાટીદાર સમાજનાં આ સંમેલનમાં જાેવા મળ્યું હતું તો સાથે સાથે પાટીદાર સમાજના મતદારોએ ભાવેશ પટેલને સમર્થન જાહેર કર્યુ હતું.


