— બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો
ગરવી તાકાત પાલનપુર : આજે આવેલા દેશના ૫ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડમાં મળેલ જલવંત વીજય અન્વયે બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં પાલનપુર મુકામે આજ રોજ વિજયઉત્સવ ના ભાગરૂપે બપોરે ૧.૩૦ વાગ્યે ફટાકડા ફોડી મીઠાઈ વેચવામાં આવી હતી.
આ તબક્કે બનાસકાંઠા જીલ્લા ભાજપના ઇન્ચાર્જ મહામંત્રી કૈલાશભાઈ ગહેલોત, પૂર્વ અધ્યક્ષ રાણાભાઇ દેસાઈ અને ડો. મોગરા, મંત્રી નિલેશભાઈ મોદી, મંત્રી દશરથસિંહ સોલંકી, અરવલ્લી જિલ્લા પ્રભારી ગીરીશભાઈ જગણિયા, પાલનપુર શહેર પ્રમુખ દિનેશભાઇ પટેલ, શહેર મહામંત્રી અતુલભાઈ જોશી અને પ્રશાંતભાઈ ગોહિલ, લાલજીભાઈ પ્રજાપતિ, મુન્નાલાલ ગુપ્તા, ગૌરાંગભાઈ પાધ્યા, અશોકભાઈ પટેલ, રશ્મિકાન્ત મંડોરા, આશુતોષ બારોટ, ભગુભાઈ કુગશીયા, નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ,
પાલિકા ઉપ પ્રમુખ હસમુખભાઈ પઢીયાર, દીપકભાઈ પટેલ, મહેશભાઈ ઠક્કર, અશોકભાઈ મહેશ્વરી, અતુલભાઈ ચોક્સી તેમજ જિલ્લા,તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો, જીલ્લા, તાલુકા, શહેરના હોદેદારો કાર્યકરતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર