— 5 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર મેળા દરમિયાન દર્શનાર્થીઓ માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરાશે
ગરવી તાકાત અંબાજી : વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા 2 વર્ષથી બંધ હતો જોકે 2 વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટે્મ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે જોકે બે વર્ષ બાદ અંબાજીમાં મીની કુંભ યોજવાનો હોઈ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે 2 મહિના અગાઉ અત્યારથી જ તૈયારીઓ ધરવામાં આવી. શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ.
જેમાં વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન અને સુચનાઓ આપી કલેકટરે જણાવ્યું કે, 2 વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા.
અંબાજી આવતા પદયાત્રિકોને તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે કાળજીપૂર્વક કામગીરી કરવામાં આવશે બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી
વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માર્ગદર્શન અને સુચનાઓ આપી અને શ્રી 51 શક્તિપીઠ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.