પોલીસ માટે સૌથી સારા સમાચાર, ગુજરાતના 233 PSIને PI તરીકે પ્રમોશન અપાયું 

August 1, 2024

ગઈકાલે સાંજે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે

ગરવી તાકાતા, ગાંધીનગર તા. 01- લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં 233 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટરોને પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન અપાયું છે. ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઘણા સમયથી બિન હથિયારી PSI બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.

Gujarat home department will recruitment of police in State possibility |  વિવાદ બાદ નિર્ણય: પોલીસ ભરતી માટેની સત્તા ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી છીનવી  લેવાશે, ગૃહ વિભાગ જ ...

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ એક સાથે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 8 IPS અધિકારીઓની બદલીમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0