ધ્યાન રાખજો..બુસ્ટર ડોઝ લીધો હોય તેને નેઝલ વેક્સિન ન લેવી

December 28, 2022

જેમને પહેલાથી જ બુસ્ટર ડોઝ લીધો હોય તે વ્યક્તિઓ માટે આ વેક્સિન નથી – નેઝલ વેક્સિન જ બુસ્ટર ડોઝ છે

નવી દિલ્હી,તા. 28 –  ભારતની વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખે જણાવ્યું છે કે ભારતમાં જે લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે તે લોકો નેઝલ વેક્સિન નહીં લઇ શકે. ગત સપ્તાહે નેઝલ વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી. વધુ મળતી માહિતી મુજબ નેઝલ વેક્સિન પહેલા બુસ્ટર ડોઝ તરીકે ભલામણ કરવામાં આવી છે. જે કોઇ વ્યક્તિએ પહેલાથી જ બુસ્ટર ડોઝ લીધો હોય તે વ્યક્તિઓ માટે આ વેક્સિન નથી.

ડોક્ટર અરોરા એનટીએજીઆઈના કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ છે. જે રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથ તરીકે છે જે નવી રસીઓ રજૂ કરવા અને રસીકરણ કાર્યક્રમને મજબૂત કરવાની દિશામાં કામ કરે છે જ્યારે તેમને નેઝલ વેક્સિન વિશે પુછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે કોવિડ ચોથો ડોઝ નહીં સ્વીકારી શકે આથી બુસ્ટર ડોઝ લેનાર નેઝલ વેક્સિન ન લઇ શકે.

ચોથો ડોઝ લેવા માંગતા તેઓને એન્ટીનસ સિક કહેવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને વિશેષ પ્રકારની એન્ટીનની સાથે વારંવાર ઇમ્યુનાઈઝ કરવામાં આવે તો શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દેશે અથવા ખરાબ પ્રતિક્રિયા આપે છે. શરુઆતમાં ખછગઅ વેક્સિન છ મહિના અંતરે આપવામાં આવે છે. પછી લોકો 3 મહિનાના અંતરે લે છે પરંતુ આ કિસ્સામાં વધુ ફાયદો થયો નથી.

જેથી કરીને ચોથા ડોઝ લેવાનો કોઇ મતલબ નથી. ભારત સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આગામી મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં લોકોને બૂસ્ટર ડોઝ તરીકે નેઝલ વેક્સિન આપવામાં આવશે. આ નેઝલ વેક્સિનમાં સોય નહીં હોય તે નાકમાં સ્પ્રેની જેમ આપવામાં આવશે. ત્યારે જે લોકોએ બુસ્ટર ડોઝ લીધો હશે તેઓને નેઝલ વેક્સિન નહીં અપાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0