બંગાળની ખાડીનું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે 8 જુલાઇ સુધી ગુજરાતમાં મેઘો તૂટી પડશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 23- રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જાણિતા હવામાન શાસ્ત્રી ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
બિપરજોય વાવાઝોડાના લીધે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના લીધે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરામાં ભારે વરસાદ રહેશે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ 30 જૂન બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે.




