થોળ તળાવ માછલી પકડવા ગયેલા યુવાનને માર મારનાર 3 ઈસમોને બાવલું પોલીસે ઝડપી પાડયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— દેવીપૂજક યુવાનને થોળ તળાવ અભ્યારણ્ય ની ઓફીસ માં લઇ જઇ ઢીબી નાખ્યો હતો :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા ના થોળ ગામે તળાવ ના રાત્રી ના સમયે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે માછલી પકડવા ગયેલા યુવકને ત્રણ ઈસમોએ અભ્યારણ્ય ની ઓફીસ માં લઈ જઈ ઢોર માર્યો હતો. કલોલ તાલુકાના જેઠલજ ગામનો શૈલેષભાઈ ચંદુભાઈ દંતાણી જે થોળ અભ્યારણ્ય ખાતે આવેલ તળાવ ખાતે માછલી પકડવા ગયા હતા. યુવક રાત્રીના 1 વાગ્યા ની આસપાસ તળાવ જોડે બેઠા હતા
ત્યારે ત્યાં અભ્યારણ માં ફરજ બજાવતા 3 રોજમદાર એ ભેગા મળી ને અભ્યારણ ની ઓફિસમાં લઇ જઇ ને ઢીબી નાખ્યો હતો. અને ભેગા મળી ને ઢોર માર મારતાં તેં યુવકને કાઢી મૂકતાં યુવક પ્રાઇવેટ વાહનમાં ઘેર આવતા તેને પરિવારજનોએ 108 માં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.ત્યાં હાજર તબીબ દ્વારા યુવાન ની સારવાર કરવામાં આવી હતી.
 યુવાને બાવલું પોલીસ સ્ટેશન ખાતે ત્રણ અજાણ્યાં ઇસમો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને બાવલું પોલિસે યુવાનની ફરિયાદ નોંધી તપાસ કરતા થોળ અભ્યારણ્ય ના રોજમદાર તરિકે કામ કરતા ત્રણ યુવાન નીકળ્યા હતા જેમને બાવલું પોલીસે તેમની ધરપકડ કરવામાં આવી છે.
3 ઇસમો જેમના નામ રબારી કાળાભાઈ ચતુરભાઈ રહે થોળ, શ્રીભાઈ અરજણભાઈ રબારી રહે બપિયારા, હિંગોળભાઈ વશરામભાઈ રબારી રહે ભીમાસણ, આ 3 ઈસમો એ જે થોળ અભ્યારણ્ય ખાતે રાત્રી દરમ્યાન માછલી પકડવા આવેલ દેવીપૂજક યુવાનને અભ્યારણ્ય ઓફિસમાં માર માર્યો હતો તે ત્રણ ઈસમોને ત્યાં અભ્યારણ્ય ખાતે રોજમદાર તરિકે ફરજ બજાવતા હતા તેમને  બાવલું પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.