જોટાણા બજારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને તસ્કરોએ બનાવી નિશાન…

July 22, 2025

ગરવી તાકાત મહેસાણા : જોટાણામાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં રાત્રે ચોરોએ પ્રવેશ કર્યો ચોરોએ બેંકના પાછળના જાળીવાળા ચેનલ ગેટના બંને તાળાં તોડ્યા તેઓએ બેંકમાં ઘૂસીને એલાર્મ સિસ્ટમ તોડી નાખી હતી.

Attempted theft at Baroda Gujarat Gramin Bank in Jotana | જોટાણામાં બરોડા  ગુજરાત ગ્રામીણ બેંકમાં ચોરીનો પ્રયાસ: તિજોરી ન તૂટતાં લાખોની રકમ બચી ગઈ, એલાર્મ  સિસ્ટમ ...

સવારે બેંક મેનેજર અક્ષય જાદવ અને અન્ય કર્મચારીઓ કામ પર આવ્યા ત્યારે ચોરીનો પ્રયાસ થયાનું ધ્યાને આવ્યું મેનેજરની ચેમ્બરમાં ફાઈલો વેરવિખેર હાલતમાં હતી સીસીટીવીનું ડીવીઆર ગાયબ તિજોરીનું હેન્ડલ તૂટેલી હાલતમાં મળ્યું.

તપાસમાં જાણવા મળ્યું કે ચોરો તિજોરી તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. આથી બેંકમાં રાખેલી લાખો રૂપિયાની રકમ સુરક્ષિત રહી હતી. શનિ-રવિની રજાનો લાભ લઈને ચોરોએ આ પ્રયાસ કર્યો હતો. બેંક મેનેજર અક્ષય જાદવે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0