‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથે બેનરો લાગ્યા

October 8, 2022

— પોસ્ટર વોર શરૂ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં

— આજે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ :

— આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી :

— ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો :

ગરવી તાકાત મહેસાણા : દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. ત્યારે આજે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે.

‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગેલાં બેનરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુસ્લિમ પોશાક અને ટોપી સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી છે, જેમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે

આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ એવું બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી AAP પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મપરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક લોકોને ફ્રી આપવાનું, ધર્મપરિવર્તન કરાવવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો. ભગવાન રામની કથા હોય કે કૃષ્ણની ભાગવત હોય, એનો વિરોધ કરે છે.

આવા નિવેદન બદલ તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. આ મુદ્દે ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ બેનર હિંદુઓએ લગાવ્યા છે, કારણ કે હિંદુઓની લાગણી દુભાણી છે. કેજરીવાલ અને તેના મંત્રીએ માફી માગવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિથી જ થઈ રહ્યું છે. તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપનાર નેતાને બરખાસ્ત કરીને હિંદુઓની માફી માગવી જોઈએ.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0