ગરવી તાકાત પાટણ : પાટણમાં નિવૃત્ત કૃષિ વિજ્ઞાન અધિકારી અરવિંદભાઈ પટેલના એકાઉન્ટમાંથી સાયબર ઠગોએ રૂ.1.17 કરોડની રકમ ટ્રાન્સફર કરી આ કેસમાં બંધન બેંકની બાપુનગર શાખાના ડેપ્યુટી મેનેજર ફિરોજ શેખની ધરપકડ કરવામાં આવી. આરોપી ફિરોજ શેખે બે બોગસ કરન્ટ એકાઉન્ટ ખોલ્યા એક મે. હાઇટેક મોબાઈલ શોપના નામે અને બીજું મે. ડાયનેમિક ફેબ્રીકેશન્સના નામે આ એકાઉન્ટ ખોલવા માટે તેણે રૂ.1 લાખ રોકડા લીધા.
કાયદેસરના દસ્તાવેજો વગર આ એકાઉન્ટ ખોલવામાં આવ્યા તપાસ દરમિયાન જાણવા મળ્યું આરોપીએ ખોલેલા એકાઉન્ટ સામે વિવિધ રાજ્યોમાંથી 39 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ આરોપીએ સાગર ઠાકોર પાસેથી રૂ.50 હજાર લઈને એક મોબાઇલ એન્ડ એસેસરીઝના નામે એકાઉન્ટ ખોલ્યું. બીજા બે એકાઉન્ટ માટે પણ રૂ.50 હજાર લીધા કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા.
કહ્યું આરોપીએ આ ગુનામાં મહત્વનો ભાગ ભજવ્યો તેના દ્વારા ખોલાયેલા એકાઉન્ટમાંથી રૂ.1.15 કરોડનું ઓનલાઇન ફ્રોડ થયું હાલ 39 ફરિયાદોની તપાસ ચાલુ આરોપી જામીન પર છૂટે તો નાસી જવાની અને વધુ ગુના આચરવાની શક્યતા. આ આરોપી તથા અન્ય આરોપીઓએ ફરીયાદી સાથે કેવી રીતે છેતરપીંડી આચરી ને આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલ છે અને તેઓએ સમગ્ર ગુનો કેવી રીતે આચર્યો તેની તપાસ કરવી જરૂરી છે.