કડીમાં કોંગ્રેસ દ્ધારા આપેલ બંધ ના એલાનના ધજાગરા ઉડ્યા:- વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ

શેર કરવા અહીં ક્લિક કરો.

— કડીના કોંગ્રસ પ્રમુખ 3 દિવસથી બહાર ચાલ્યા ગયા, બંધના એલાનનો કોઇ પ્રતિસાદ ના મળ્યો :

ગરવી તાકાત મહેસાણા : મોંઘવારી તેમજ બેરોજગારી મામલે કોંગ્રેસ હવે આક્રમક મુડમાં જોવા મળી રહી છે ત્યારે શનિવારે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું  જે અનુલક્ષીને કરી શહેરમાં સવારથી જ ધંધા રોજગાર રાબેતા મુજબ જોવા મળ્યાં હતા અને બંધના એલાનનો કોઈ જ પ્રતિસાદ કડીમાં જોવા મળ્યો ન હતો
કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ક્યાંય ડોકિયું કરવા પણ ના આવ્યા સમગ્ર ગુજરાતમાં જ્યારે શનિવારે બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું  સવારથી બપોર સુધી કડી શહેરમાં જનતા દ્વારા કોઈ જ બંધનો પ્રતિસાદ જોવા મળ્યો ન હતો જ્યારે કડીમા કોઈ જગ્યાએ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જોવા મળ્યા ન હતા અને  ધંધા રોજગાર રાબેતા મુજબ જોવા મળી રહ્યાં હતાં

— કોંગ્રેસ પ્રમુખ 3 દિવસથી બહારગામ છે :

 મોંઘવારી અને બેરોજગારી મામલે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે  કડી શહેર તેમજ તાલુકામાં જનતા દ્વારા કોંગ્રેસ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને  કડી શહેર કોંગ્રેસના પ્રમુખ રજનીભાઈ ને સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે  હું છેલ્લા ત્રણ દિવસથી અંબાજીમાં છું અને મને કાંઈ ખબર નથી તમે બીજા કોઇ કાર્યકર્તાને પૂછી જુઓ તેવું જણાવ્યું હતું
જોકે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક મુડમાં જોવા મળી રહી છે ત્યારે આજે કડી શહેરમાં કોઈ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા ન મળતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જોકે લોક મુખે ચર્ચા પણ જોવા મળી હતી કે આ કડી તો ભાજપ નું છે કોંગ્રેસ ના કાર્યકરો ભૂલી ગયા હોય તેવું જોવા મળી રહ્યું હતું. અને સમગ્ર કડી રાબેતા મુજબ ધંધા રોજગાર ચાલું રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.