બનાસકાંઠા એસઓજીએ ચાઈનીઝ દોરીનો 1.25 લાખનો જથ્થો ઝડપ્યોં

January 7, 2023
રૂ. ૧.૨૫ લાખની ૨૬૧૫ નંગ ફીરકીનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી
કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ટોટાણા રોડ ઉપરથી ખાનગી ગોડાઉનમાંથી બનાસકાંઠા એસઓજીએ રૂપિયા ૧.૨૫ લાખની કિંમતની ૨૬૧૫ નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (માઝા)ની ફીરકી ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી.
થરા-ટોટાણા રોડ ઉપર આવેલ સદારામ કોમ્પલેક્ષની પાછળ ગોડાઉન નંબર- ૧૨માં બનાસકાંઠા એસઓજીએ બાતમીના આધારે તપાસ કરી હતીં.તપાસ દરમિયાન રૂપિયા ૧,૨૫,૧૦૦ની કિંમતની ૨૬૧૫ નંગ ફિરકીઓ મળી આવી હતી.એસઓજીએ મુદ્દા માલ કબજે કરી ગેરકાયદે ચાઈનીઝ દોરીનો વેપાર કરતા દીક્ષિતકુમાર જશવંતલાલ શાહ રહે.ભક્તિ નગર સોસાયટી થરા તા.કાંકરેજ વાળાની ધરપકડ કરી થરા પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ કેસની તપાસ થરા પોલીસને સોંપવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યુ છે ત્યારે બાઈક ચાલકો અને રાહદારીઓ માટે ચાઇના દોરી મોતની દોરી બની રહી છે. આવા સંપત્તિ લાલચુ ઈસમો સરકારનો પ્રતિબંધ હોવા છતાં બેફામ પોતાનો વેપાર ચાલુ રાખે છે. થરામાં આવા બે ત્રણ વેપારીઓ છે જેમને દશથી પંદર ગાડી ગેરકાયદે ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારી ધંધો કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહયું છે.આ વેપારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી વેપાર કરવામાં સફળ રહયા છે. જિલ્લા પોલીસ વડાની સુચના પ્રમાણે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કડક પગલાં ભરીને ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0