બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

February 27, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાચરવા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3384 બોટલો ઝડપી પાડી પોલીસે ટોયોટા ફોર્ચ્યુનર ગાડી અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 18,25,357/- નો મુદ્દામાલ જપ્ત કર્યો આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 8,05,357/- ની કિંમતની 3384 દારૂની બોટલો, રૂ. 10,00,000/- ની કિંમતની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી (નંબર: GJ12BR8998)

બનાસકાંઠામાં કરોડોના સોનાની લૂંટના આરોપી પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા

અને રૂ. 20,000/- ની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી આ સૂચનાના અનુસંધાનમાં LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.

Liquor Seized Near Disa Rs 18.25 Lakh; 2 Accused Caught

LCB ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી ત્યારે તેમને બાતમી મળી આ બાતમીના આધારે ભાચરવા ગામની સીમમાં વોચ ગોઠવીને હિરસિંહ ચંદનસિંહ સોઢા (ઉં.વ. 32, રહે. ખારીયા, બાડમેર, રાજસ્થાન) અને ઇન્દ્રજીતસિંહ મૂલતાનસિંહ રાઠોડ (ઉં.વ. 29, રહે. નવાવાસ, રવાપર, કચ્છ) નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા પકડાયેલા બંને આરોપીઓ તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0