બનાસકાંઠા LCBએ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવતી અને વેચતી એક કંપનીના ગોડાઉન પર દરોડો પાડ્યો…

February 16, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલ.સી.બી.એ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવતી અને વેચતી એક કંપનીના ગોડાઉન પર દરોડો પાડ્યો આ કાર્યવાહીમાં બાગબાન બ્રાન્ડના નામે નકલી તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પોલીસે રજોસણાના અબ્દુલસમદ ઇસ્માઇલ બસન નામના એક ઇસમને ઝડપી પાડ્યો.

બનાસકાંઠામાં પંજાબનો વેપારી લૂંટાયો, 80 લાખ ગુમાવ્યા

ગોડાઉનમાંથી બાગબાન કંપનીના ડુપ્લીકેટ ડબ્બા અને પાઉચ મળી.કુલ 1847 નંગ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જેની કિંમત આશરે ₹45,867/- જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે.

છાપીથી રજોસણા જતા રોડ પર આવેલા રિયલ એસ્ટેટ કોમ્પ્લેક્સના ગોડાઉન નંબર 41 પર દરોડો પાડ્યો આ કેસમાં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરનાર ઝડપાયેલા આરોપી તેમજ અન્ય એક ઇસમ એમ કુલ બે ઈસમો વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0