— ગાંધીનગર, મહેસાણા અને કચ્છ જિલ્લાના સાત મોટર સાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા એસીબી પોલીસે ગાંધીનગર, મહેસાણા અને કચ્છ જિલ્લાના ૭ મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કુલ ૧૨ જેટલા મોટરસાઈકલ નાં મુદ્દામાલ સાથે રીઢા ચોર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયકુમાર મકવાણાની સુચના આધારે એલસીબી પી.આઈ અને થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી સિધ્ધરાજજી ઉર્ફે ગુડ્ડુ સુંડાજી ઠાકોર રહે.ઉણતા, તા.કાંકરેજ વાળાને યામાહા ફેઝર મોટર સાયકલ સાથે પકડી પાડી પુછપરછ કરતા એક મહિના અગાઉ કલોલ બજારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
જેની પર શંકા જતાં વધુ ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા છેલ્લા એક વર્ષમાં ગાંધીનગર, મહેસાણા, કચ્છ પાટણ જિલ્લામાંથી ૧૩ મોટર સાયકલ ચોરેલ હોઈ જે પૈકી એક મોટરસાઈકલ ત્રણ માસ અગાઉ ચાણસ્મા ખાતે પોલીસે ડીટેઇન કર્યું હતું તેમજ અન્ય ૧૧ મોટરસાઇકલ તેના ખેતરમાં સંતાડેલ હોવાની માહિતી જણાવતાં પોલીસે તેની પાસેથી કુલ ૧૨ મોટર સાયકલ કબ્જે કરી થરા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર