ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિઠોદર ગામમાંથી ચોરીના મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો આ મોટરસાયકલ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હોવાનું સામે આવ્યું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી જેના આધારે, પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી LCB પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન વિઠોદર ગામ હાઈવે પર વાહન ચેકિંગ ચાલી રહ્યું ત્યારે એક ઈસમ રામાઘણી નામની ફેન્સી નંબર પ્લેટ લગાવેલું મોટરસાયકલ લઈને પસાર.

પોલીસે તેની પાસે મોટરસાયકલના માલિકી હકના પુરાવા માંગતા તેણે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ મોટરસાયકલ ભરતભાઈ (રહે. પેછડાલ, તા. ડીસા)એ તેને વેચ્યું મોટરસાયકલના એન્જિન નંબર (HA11EYLHL14776) અને ચેસિસ નંબર (MBLHAW129LHL21205) પરથી તપાસ કરતા તેનો અસલ રજીસ્ટ્રેશન નંબર UP-81-CS-6114 હોવાનું જણાયું અસલ માલિકનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે આ મોટરસાયકલ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું અને તે અંગે ગુનો પણ નોંધાયેલો.
![]()
આશરે 50,000 રૂપિયાની કિંમતના આ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-106(1) મુજબ શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કરવામાં આવ્યું આરોપી જીવણભાઈ રમેશભાઈ (, રહે. છીંડીવાડી, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા)ની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-35(1)E મુજબ અટકાયત કરવામાં આવી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કેસમાં ભરતભાઈ (રહે. પેછડાલ, તા. ડીસા, જિ. બનાસકાંઠા) નામના અન્ય એક આરોપીને પકડવાનો બાકી.


