ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB એ દાંતીવાડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી પોલીસે એક સ્વીફ્ટ ગાડીમાંથી કુલ 5,81,848/- નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના હેઠળ, LCB સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન મળેલી બાતમીના આધારે, હરિયાવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી.

નાકાબંધી દરમિયાન, GJ-01-RM-0757 નંબરની સ્વીફ્ટ ગાડીના ચાલક કિરપાલસિંહ જસવંતસિંહ વાઘેલા (રહે. રામનગર, તા. દાંતીવાડા) એ પોલીસને જોઈને ગાડી ભગાવી પોલીસે તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો ગાડીની તલાશી લેતા, તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 980 બોટલો મળી આવી,
![]()
જેની કિંમત ₹2,81,848/- આ ઉપરાંત સ્વીફ્ટ ગાડી પણ જપ્ત કરવામાં આવી આમ, કુલ 5,81,848/- નો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે દારૂની હેરાફેરી કરનાર કિરપાલસિંહ વાઘેલા તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર ઇસમો વિરુદ્ધ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


