ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અંતર્ગત, ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલ અને એચ.જે. ડામોરની ટીમે ચંડીસર જી.આઈ.ડી.સી.માં પ્લોટ નં. 195 પર આવેલ ‘મે. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ’ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી પેઢીના માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન.
![]()
સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું તંત્ર દ્વારા કાર્યવાહી કરતા, પેઢીમાંથી ‘હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી’ (500 મિલિ પેકિંગ) અને લૂઝ ઘી એમ કુલ બે શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા નમૂના લીધા બાદ અધિકારીઓએ બાકીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કર્યો જપ્ત કરાયેલા મુદ્દામાલમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલિના 2400 નંગ (કુલ 1200 લિટર),

જેની અંદાજિત કિંમત રૂ. 7,78,375 તેમજ 40 કિલોગ્રામ લૂઝ ઘી (અંદાજિત કિંમત ₹15,600) નો સમાવેશ થાય આમ, કુલ અંદાજે રૂ. 7,93,975 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006’ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી લેવાયેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જણાવાયું.


