ગરવી તાકાત મહેસાણા : બહુચરાજી મંદિર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા અને મંદિરના સર્વાંગી વિકાસને ટેકો આપવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક મુખ્ય નિર્ણય એ છે કે બહુચરાજીથી અંબાજી સુધી મફત બસ સેવા શરૂ કરવામાં આવે જેથી દરેક પૂનમના રોજ બહુચરાજીની મુલાકાત લેતા ભક્તો અંબાજીમાં શક્તિપીઠના દર્શન પણ કરી શકે. યાત્રાળુઓએ આ બસ સેવા માટે કોઈ ટિકિટ કે ફી ચૂકવવી પડશે નહીં.
![]()
-> કૂકડો સર્કલ અને ધર્મશાળાનું નવીનીકરણ :- મંદિરની આસપાસ સુરક્ષા અને સુંદરતા વધારવા માટે, નજીકના સર્કલનો વિકાસ કરવામાં આવશે અને ત્યાં માતાજીના વાહન, કૂકડોની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ સ્થળને કૂકડો સર્કલ તરીકે ઓળખવામાં આવશે. વધુમાં, ઘણા વર્ષોથી બંધ રહેલી પોપટ વાસા ધર્મશાળાનું નવીનીકરણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને સસ્તા દરે રહેવાની સુવિધા મળી શકે.
![]()
-> વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય સુવિધા મંજૂર :- સ્થાનિક રહેવાસીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પોપટ વાસા મિકેનિકલ ભવનના હોલ નંબર 2 માં એક નવી પુસ્તકાલય શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.


